નકલી પોલીસે દારૂ સાથે વેપારીને પકડી માર મારી રૂ.૫૫ હજાર લૂંટી લીધા

0
7

પોલીસના સ્વાંગમાં ફરતા બે લૂંટારૂઓ વિરૂદ્ધ ફરિયાદ
સુરત, તા.૨૯
વરાછા લંબેહનુમાન રોડ ઉપર કાપડની દુકાન ધરાવતા વેપારી પાસેથી મળી આવેલી બે દારૂની બોટલ સાથે પકડી પાડી પોલીસના સ્વાંગમાં બે અજાણ્યા વ્યક્તિએ રિક્ષામાં ગોîધી રાખી રૂપિયા એક લાખની માંગણી કરી રૂપિયા ૫૫ હજારની લૂંટ કરી નાસી ગયા હતા.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લંબેહનુમાન રોડ ઉપર કાપડની દુકાન ધરાવતા નરેન્દ્રસિંગ લક્ષ્મણસિંગ ચુડાવતને બે અજાણ્યા વ્યક્તિએ પોલીસના સ્વાંગમાં બે દારૂની બોટલ સાથે પકડી લઈ હાથïકડી પહેરાવી રિક્ષામાં બેસાડી અંધારા તરફ લઈ જઈ ખિસ્સામાંથી એક હજાર રૂપિયા પડાવી લઈ રૂપિયા એક લાખની માંગ કરી કુલ ૫૫ હજાર મેળવી લઈ નાસી ગયા હતા. વરાછા પોલીસે ફરિયાદ નોîધી પો.સ.ઈ. ડી.જે. ચોરડીયાએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY