વલસાડ, તા.૨૨
વલસાડ જિલ્લાના હાલર કલ્પતરુ એપાર્ટમેન્ટ, હાલરતળાવ વિસ્તારના રહેવાસી, પરાગભાઇ છીતાભાઇ વણકર, તા.૧૧-૦૫-૨૦૧૯ ના રોજ તબીયત સારી નથી હોવાનું કહી ડોકટર પાસે જાઉં છું તેમ કહી પોતાના ઘરેથી નીકળ્યા બાદ આજ દિન સુધી પરત આવ્યા નથી.ગુમ થનારની ઉ.વ.આશરે ૭૪, ચાઇ ૫.૫ ફુટ, રંગે શ્યામ, શરીરે સફેદ કલરનું શર્ટ અને પેન્ટ પહેર્યો છે. તે ધોરણ ૪ સુધી ભણેલા છે. આ વ્યક્તિની કોઇને ભાળ મળે તો વલસાડ સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



