ભાજપ પ્રવક્તાનો કોંગ્રેસ પર પ્રહારઃ ‘ગાંધી પરિવાર મહાચોર છે’

0
26

સુરત,તા.૨૯
ઉધના ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે, ગાંધી પરિવાર મહા ચોર છે. ગાંધી પરિવારે કોંગ્રેસના સંગઠન પર ૪૧ વર્ષ નેતૃત્વ કર્યું છે. ગાંધી પરિવારનો દેશ પર ૪૮ વર્ષ કબજા રહ્યો છે, બોફોર્સ કૌભાંડ કર્યું હોય, નેશનલ હેરેન્ડ કૌભાંડ જામીન પર હોય તે મહા ચોર છે તેવું અમારે કહેવું પડે છે.
વધુમાં ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભારતમાં ૫૦૦ અને ગુજરાતના ૫૦ અને સુરતના ૩ સ્થાન પર નરેદ્ર મોદીના કાર્યકમમાં મેં ભી ચોકીદારમાં જાડાશે. કોંગ્રેસના અપ્રચાર સામે પોઝિટિવ અભિયાન ચલાવીશું. અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ૩૦મીના રોજ પહેલાં સભા બાદમાં મેગા શો કરવામાં આવશે. ૪ કિલોમીટરમાં ૪૦ લોકો સન્માન કરશે. ગાંધીનગરથી સેક્ટર ૪થી કલેકટર સુધી રેલી રહેશે. રાષ્ટ્રીય નેતૃત્વ અને એનડીએના નેતાઓ ઉદ્ધવ ઠાકરે રામલીલા પાસવાન સહિતના નેતાઓ હાજર રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY