મહુવા પોલીસે ગુનો નોધ્યો
સુરત, તા.૩૦
મહુવા તાલુકાના સાંબા ગામના જંગલમાં બનાવેલા નર્સરી ફાર્મમાંથી ૧૪ હજારની સબમર્સીબલ પંપની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ મહુવા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા તાલુકાના સાંબા ગામના હટવાડા ફળિયામાં આરક્ષિત જંગલઆવેલું છે. આ જંગલ અંબિકા નદિના કિનારે આવેલું છે. જંગલમાં ઔષધીય નર્સરી ફાર્મ બનાવવામાં આવેલ છે. અને કુવામાંથી પાણી કાઢવા માટે ૧ એચપીએમ સબ મર્સીબલ પંપ મૂકવામાં આવ્યો હતો. ગત રોજ કોઈ અજાણ્યા સામે સબમર્સીબલ પંપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. રૂ.૧૪ હજારની કિંમતની પંપની ચોરીની ફરિયાદ રમેશભાઈ પટેલે નોધાવતા પોલીસે આઈપીસી ૩૭૯ મુજબનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. આ ચોરીના ગુનામાં પોલીસે ફરિયાદી રમેશભાઈ પટેલનું નિવેદન નોîધ્યું હોવાનું જણાવ્યું હતું અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




