૧૦ લાખ બૂથ, ૯૦ કરોડ મતદાતા અને GPS થી EVM

0
27

ન્યુ દિલ્હી,તા.૧૦
દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં યોજાનાર આ પત્રકાર પરિષદમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી ૧૧ એપ્રિલે યોજાશે. આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
ચૂંટણી આયોગ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીને ૭ તબક્કામાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી એપ્રિલથી શરૂ થવા જઇ રહેલી લોકસભાની ચૂંટણી બાદ આખરે ૨૩ મેના રોજ મતગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ચૂંટણી ૧૧ એપ્રિલે યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી ૧૮ એપ્રિલે યોજાશે. ત્રીજા તબક્કાની ચૂંટણી ૨૩ એપ્રિલે યોજાશે. ચોથા તબક્કાની ચૂંટણી ૨૯ એપ્રિલે યોજાશે. પાંચમાં તબક્કાની ચૂંટણી ૬ મેના રોજ યોજાશે. છઠ્ઠા તબક્કાની ચૂંટણી ૧૨મેના રોજ યોજાશે. સાતમાં તબક્કાની ચૂંટણી ૧૯ મેના રોજ યોજાશે.
મુખ્ય ચૂંટણી કમશિનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે આ વખતે ૯૦ કરોડ મતદાતા નક્કી કરશે ભારતનું ભવિષ્ય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે પાછળની ચૂંટણી કરતા ૮.૪૩ કરોડ મતદારોમાં વધારો થયો છે. દેશભરમાં મતદાન માટે ૧૦ લાખ મતદાન મથક બનાવવામાં આવશે. આ વખતે ઈફસ્ મશિન પર દરેક ઉમેદવારનો ફોટો પણ લગાવવામાં આવશે. આ વખતે ૧.૫ કરોડ યુવા મતદાન કરશે. જેમની ઉમર ૧૮થી૧૯ વર્ષની વચ્ચે છે.
સુનિલ અરોરાએ કહ્યું કે મતદાનના ૪૮ પહેલા પ્રચાર પર પ્રતિબંધ લગાવવામાં આવશે. જેનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે. ઉલ્લંઘન કરવા પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લોકસભા ચૂંટણી દરમિયાન સુરક્ષાબંદોબસ્તનું ખાસ ધ્યાન રખાયું છે. સંવેદનશીલ બૂથ પર વધુ પોલીસફોર્સ અને ષ્ઠષ્ઠં લગાવવામાં આવશે..તો ૨૪ કલાક કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવશે જેમાં ફરિયાદો પર તુરંત કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ મળ્યા બાદ સ્પેશિયલ ઓર્જર્વર મોકલવામાં આવશે.
આચાર સંહિતા ભંગની ફરિયાદ એન્ડ્રોઈડ એપ દ્વારા કરી શકાશે. વોટર આઈડી સ્લેપ પાંચ દિવસ પહેલા જ આપવામાં આવશે. EVM અને VVPT જીપીએસ મારફતે ધ્યાન રાખવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY