બે દિવસમાં કુલ ૧૯ ફોર્મનું વિકતરણ
વ્યારા, તા.૩૦
આગામી તા. ૨૩મી, એપ્રિલે યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીના ફોર્મ તા. ૨૮મી, માર્ચના રોજથી ભરવા માટે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ૨૩-બારડોલી લોકસભા સંસદીય મતવિસ્તારની ચૂંટણી માટે ફોર્મ ભરવાના બીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું ન હતું. ચૂંટણી તંત્ર દ્વારા ૧૨ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૨૩-બારડોલી લોકસભાના ચૂંટણી અધિકારી આર.એસ.નિનામા તરફથી મળતી વિગતો અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણીના ફોર્મ ભરવાના બીજા દિવસે ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે એક પણ ભરાયું ન હોવાનું જણાવાયું છે. જયારે ૧૨ જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
૨૩-બારડોલી લોકસભા બેઠક માટે આજે ફોર્મ ભરવાના બીજા દિવસે અપક્ષ શંકરભાઇ બાબુભાઇ ઢોડિયા ૧ ફોર્મ, ભારતીય જનતા પાર્ટીના પ્રભુભાઇ નાગરભાઇ વસાવા, ૪ ફોર્મ, ભારતીય જનતા પાર્ટીના હર્ષદભાઇ ચૌધરી ૪ ફોર્મ, અપક્ષ ચંદ્રકાંતભાઇ ગોવિંદભાઇ ચૌધરી ૧ ફોર્મ, બહુજન સમાજ પાર્ટીના દિનેશભાઇ ગુલાબભાઇ ચૌધરી ૧ ફોર્મ અને બહુજન સમાજ પાર્ટીના દિલીપભાઇ દેવજીભાઇ વસાવા ૧ ફોર્મ મળી કુલ ૧૨ ફોર્મનું ફોર્મ ભરવાના બીજા દિવસે વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૨૮/૦૩/૨૦૧૯ના રોજ ફોર્મ ભરવાના પ્રથમ દિવસે પણ ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે ફોર્મ ભરાયું ન હતું. ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ૭ જેટલા ફોર્મનું વિતરણ કરાયું હતું. આમ, ૨૩-બારડોલી લોકસભા સંસદીય મતવિસ્તાર માટે પ્રથમ અને બીજા દિવસે મળી કુલ ૧૯ ફોર્મનું વિતરણ કરાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




