કાલે મોદી સમગ્ર દેશમાં ૫૦૦ જેટલી સભામાં ચોકીદાર અંગે સંવાદ કરશે

0
7

ગુજરાતમાં ૫૦ સ્થળો પર આયોજનો ગોઠવાયા : તરણ પંડ્યા
સુરત, તા.૩૦
ગુજરાત ભાજપના પ્રવકતા ભરત પંડયાએ તા.૩૧મી માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યે મોદી દ્વારા દિલ્હીથી ‘મે ભી ચોકીદાર’ વિષય પર કાર્યક્રમ અંગે માહિતી આપવા માટે સુરત આવેલા ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ૨૦૧૪ લોકસભામાં વિજયી બન્યાં પછી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી નહીં, પરંતુ દેશનો પ્રધાનસેવક બનીને ૫ વર્ષના ટૂંકા ગાળામાં ઘણાં વિરાટ કાર્યો કર્યાં છે. કેન્દ્ર સરકારની પાંચ વર્ષની ઉપલબ્ધિઓ તેમણે ગણાવી હતી સાથે સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
‘મેં ભી ચોકીદાર’ અભિયાન વિષેની માહિતી આપતાં પંડયાએ જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં પણ ‘મેં ભી ચોકીદાર’ ને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં ૩૦ લાખ વખત રીટ્વીટ થયું છે અને ૧૬૮૦ કરોડ ઈમોશન મેળવી છે. જે દિવસે લોન્ચીંગ થયું તે દિવસે સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે ટ્રેન્ડીંગ રહ્યું હતું. ૧ કરોડથી વધુ લોકોએ નમો એપ તથા સોશ્યલ મીડિયા પર મેં ભી ચોકીદારનો સંકલ્પ વ્યકત કર્યો હતો. ૨૫ લાખ સિક્યોરીટી સાથે જોડાયેલા ભાઈ-બહેનો સાથે ઓડિયો કોન્ફરન્સ પણ કરી હતી. જેનાથી પ્રેરાઇને ૩૧મી માર્ચે સાંજે ૦૫ વાગે દિલ્હીથી નરેન્દ્ર મોદી દેશના ૫૦૦ અને ગુજરાતના ૫૦ સ્થાન પર ‘મેં ભી ચોકીદાર’ના વિચાર સાથે લાખો લોકો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY