મિલ્કત તથા વ્યવસાય વેરો તાકીદે ભરી દેવા સૂચના
સુરત, તા.૩૦
સાઉથ ઈસ્ટ ઝઓનના ડે. કમિશ્નર સાહેબની સૂચના અને આસી. કમિશનરના માર્ગદર્શન હેઠળ વ્યવસાય વેરા વસુલાત વિભાગના સ્ટાફ દ્વારા તા.૨૯-૦૩-૧૯ના રોજ ભાઠેના ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૦૧, વિભાગ-૨, ઉમા ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ (ડુંભાલ) વિસ્તાર તેમજ મંગલ પાર્ક ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વ્યવસાય વેરા વસુલાતની કામગીરી ઘનિષ્ઠ બનાવવામાં આવતા કુલ-૦૮ સંસ્થાઓને સીલ કરવામાં આવેલ.
તા.૨૨-૦૩-૨૦૧૯ના રોજ જય ભવાની ઈન્ડ. તેમજ જય ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૩ (આંજણા) વિસ્તારમાં કુલ-૦૫ (પાંચ) સંસ્થાઓને સીલ કરવામાં આવેલ.
જેના કારણે લાંબા સમયથી વ્યવસાય વેરો ભરપાઈ ન કરતા કરદાતાઓમાં ફફડાટ ફેલાયો હતો. કુલ રૂ.૯,૧૦,૦૦૦ વસુલાત થયેલ.
વધુમાં તા.૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સાઉથ ઈસ્ટ ઝોનમાં આવેલ તમામ ઈન્ડસ્ટ્રીયલ તેમજ કોમર્શીયલ વિસ્તારમાં પણ લાંબા સમયથી વેરો ભરપાય ન કરતા કરદાતાની મિલ્કતોને ટાંચમાં લઈ સીલીંગની કાર્યવાહી કરવામાં આવનાર છે.
આથી જે કરદાતાઓનો વ્યવસાય વેરો બાકી છે તેમણે ઝોન ઓફિસના વ્યવસાય વેરા વિભાગનો સંપર્ક કરી તાત્કાલીક વેરો ભરવા ખાસ જણાવવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



