આજ રોજ નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ – મહુવા (બ્લડબેંક મહુવા) સંચાલિત કાયાકલ્પ યોગા, નેચરોપેથી, આયુર્વેદ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર મહુવા અને શ્રી જ્ઞાનભુમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્ક્રીતી સ્કૂલ ઓફ એજ્યુકેશન –ડુંડાસ દ્વારા ડુંડાસ ગામે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમા વા ના રોગ, ચામડીના રોગ, પેટના રોગ, શ્વાસના રોગ, અને સ્ત્રી રોગ ના અલગ અલગ ૧૧૩ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. તથા આ કેમ્પમાં કપાસીના ૬ દર્દીઓને અગ્નિકર્મ દ્વારા સારવાર આપવામાં આવેલ. આ કેમ્પમાં સેવા આપનાર કમલેશભાઈ શાહ, ડૉકટર ધ્વનિતભાઈ રાજયગુરૂ તથા કનુભાઈ ધુંધળવા (કુદરતી ઉપચારક), ખેર જલ્પાબેન, ભીલ સપનાબેન, દાણી તેજલબેન, પરમાર હરેશભાઈ, વાળા અર્જુનસિંહ, એ હાજરી આપી હતી. આ કેમ્પનું તમામ આયોજન રાજેન્દ્રભાઈ બારૈયા (સરપંચશ્રી ડુંડાસ), તથા નરેન્દ્રભાઈ મકવાણા (સામાજિક કાર્યકર) દ્વારા કરવામાં આવેલ હતું. તથા આ કેમ્પમાં સ્વયમ સેવક તરીકે મેહુલભાઈ મકવાણા પણ જોડાયા હતા.
નરેન્દ્રભાઈ મકવાણા મહુવા .૯૯૦૯૦૬૭૪૫૮
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




