સુરત,તા.૩૧
સુરત શહેર ક્રાઇમ સીટી બનતી જાય છે. હત્યા અને દુષ્કર્મના ગુનાઓએ તો જાણે માજા મુકી હોય એમ રોજે રોજ દુષ્કર્મ અને હત્યાના ગુનાઓ બને છે. છેલ્લા કેટલાક દિવસોમાં મોટા ભાગે નાની બાળાઓ દુષ્કર્મનો ભોગ બની હોય એવી ઘટનાઓ વધુ બની છે. આવી જ એક વધુ ઘટના સુરતમાં બની છે જેમાં સગા બાપે પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યું છે.
સુરત શહેર પોલીસ દ્વારા ચાલી રહેલી ગુડ ટચ બેડ ટચ કેમ્પેઇન દરમિયાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાંદેર પોલીસે ઉગતની સરકારી શાળામાં કરેલા અભિયાન બાદ ધોરણ પાંચની વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલ અને શિક્ષિકાને, મારા પિતા નગ્ન વીડિયો બતાવી મારી સાથે ગંદુ કરે છે. એમ કહેતા આખો મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ મામલે રાંદેર પોલીસે સગી પુત્રી ઉપર બે વર્ષ દરમિયાન દુષ્કર્મ આચરનાર નારાધમ પિતા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે દુષ્કર્મ આચરનારા સગા પિતા વિરુદ્ધ ફરિયાદ કરનારી યુપીવાસી પરિવારની બાળકીની હિંમતને પોલીસ પણ સલામ કરી છે. ગત મહિને ઉગતની સરકારી શાળામાં રાંદેર પોલીસ મથકના એએસઆઇ મમતાબેન સહિતના પોલીસકર્મીઓ દ્વારા ગુડ ટચ- બેડ ટચ કેમ્પેઇન અંતર્ગત પ્રોગામ કરાયો હતો.
ત્યારબાદ અહીં ધો.૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના સગા પિતા દ્વારા તેણીની સાથે અજુગતું કૃત્ય કરવામાં આવતું હોવાની ફરિયાદ શાળાના મહિલા પ્રિન્સિપાલ અને શિક્ષિકાને કરી હતી. જેને ગંભીરતાથી લઇ તેઓ રાંદેર પોલીસ મથકે દોડી આવ્યા હતા. પીડિત કિશોરીએ માતાની હાજરીમાં કહ્યું હતું કે, સગા પિતા દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન રાત્રીના સમયે મોબાઇલ ફોનમાં નગ્ન વીડિયો બતાવી શરીરસંબંધ બાંધવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




