મકાન ખાલી કરાવવા મુદ્દે ડીંડોલીમાં યુવાનની ઘાતકી હત્યા

0
13

સુરત,તા.૩૧
સુરતમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. ડિંડોલીમાં મકાન પચાવી પાડનારા માથાભારે સુલતાન શેખે સાગરિતો સાથે ધસી જઇ મકાન માલિક યુવકની ધાતકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. તિક્ષ્ણ હથિયારો સાથે રિક્ષામાં ધસી આવી હુમલો કરી ટોળકી નાસી છૂટી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ડિંડોલીમાં ગરનાળા પાસે સંતોષી નગરમાં રહેતા ૨૮ વર્ષીય ગુલાબ ધનજીભાઇ સોલંકી મજૂરી કામ કરતો હતો.
મૂળ અમદાવાદ-ધંધુકાના વતની ગુલાબનો સંતોષીનગરના મકાનમાં આવેલો એક રૂમ માથાભારે સુલતાન શેખે પચાવી પાડ્યો છે. આ મકાન ખાલી કરવાના મામલે તેઓ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી વિવાદ પણ ચાલે છે.
થોડાં સમય પહેલાં આ મામલે મારામારી પણ થઇ હતી. જે ગુનામાં ડિંડોલી પોલીસ સુલતાનની ધરપકડ આજેસાંજે સાતેક વાગ્યો ગુલાબ ઘર પાસે ઊભો હતો. ત્યારે સુલતાન શેખ ૪-૫ સાગરિતો સાથે રિક્ષામાં ધસી આવ્યો હતો. ઘાતક હથિયારો સાથે તેને ગુલાબ ઉપર હુમલો કરી દીધો હતો. તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી તેઓ નાસી છૂટ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY