લો બોલો સાહેબ(મોદી),પોતાનાઓ એ જ કહી દીધુ સરકાર બરાબર કામ નથી કરી રહી…!

0
7

ભારતની સરહદે યુધ્ધ નથી છતાં આપણા જવાનો શહિદ કેમ થઇ રહ્યા છે. યુધ્ધ હોય તો આપણા જવાનો દેશની રક્ષા માટે શહિદ થાય તે સ્વાભાવિક છે. પરંતુ યુધ્ધ નથી છતાં જવાનો શહિદ થઇ રહ્યા હોય તો તેનો મતલબ કે સરકાર બરોબર કામ નથી કરી રહી….આ પ્રકારનો નજર અંદાજ કે આંકલન બીજા કોઇએ નહી પરંતુ જેના ઇશારા પર કેન્દ્રની વર્તમાન મોદી સરકાર ચાલી રહી છે તે સંગઠન આરએસએસના વડા મોહન ભાગવતજીએ આ કહ્યું છે અને એ પણ જાહેર કાર્યક્રમમાં. આરએસએસ કે જે સંઘના નામથી ઓળખાય છે તે સંગઠને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે પોતાની તમામ તાકાત લગાડી દીધી હતી. સરકારનો કાર્યકાળ પૂરો થવામાં છે ત્યારે ભાગવતજીને એકાએક યાદ આવ્યું કે કાÂશ્મરમાં ભારતના જવાનો શહિદ થઇ રહ્યા છે..! કાંશ્મિરમાં ભાજપએ પીડીપી સાથે સરકાર બનાવી ત્યારે ભાગવતજી મૌન બાબા બની ગયા હતા. એ સમયે પણ કાશ્મિરમાં આપણા જવાનો શહિદ થઇ રહ્યા હતા પરંતુ પીડપી સાથે સરકાર બનાવવાની હતી ત્યારે આ જવાનો યાદ ના આવ્યા. હવે તેમને લાગી રહ્યું છે કે ના આવુ નહીં ચાલે. આ સરકાર બરાબર રીતે યોગ્ય રીતે કામ નથી કરી રહી. એ કહેવત છે ને કે પારકાઓમાં દમ ક્યાં હતો….નાવ ત્યાં ડૂબી ગઇ કે જ્યાં પાણી ઓછું હતુ. વર્તમાન સરકારને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ ઘેરી રાખી છે. બોફોર્સ જેવો મામલો,રાફેલ જેવો થવા જઈ રહ્યો છે. સરકાર પાછા પગે છે. ક્યારે સામ-સામા લડવાવાળા પક્ષ સપા અને બસપા એક થઇ ગયા એ પણ ભાજપના કારણે થઇ રહ્યું છે. સરકારના વિરોધમાં આરોપ છે કે સરકારી તપાસ એજન્સીઓનું રાજકીય રીતે અને પોતાની વાત નહીં માનવાવાળા પક્ષ કે નેતાને પરેશાન કરવા માટે થઇ રહ્યા છે. કેટલાયે સાથી પક્ષો સરકારનો સાથ છોડી ગયા છે. એવામાં પોતાની જ સરકારના કામકાજ અંગે જ્યારે પોતાના જ ટીકાઓ કરે કે સવાલ કરે ત્યારે તેનો જવાબ મળવો મુશ્કેલ બની જાય છે. કેમ કે ભાગવતજીએ સેનાના જવાનોની શહિદિ અંગે સવાલ કર્યા. પરંતુ તેનો જવાબ આપવાની આ સરકારના કોઈ પણ મંત્રીમાં નૈતિક હિંમત નથી. તેઓ એક શબ્દ પણ નહીં બોલે. ભાગવતજીની જગ્યાએ જા કોઇ નેતા વિરોધ પક્ષનાએ આ સવાલ કર્યો હોત તો કેટલાય મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી તેનો આકરો જવાબ આપ્યો હોત અને તેને દેશદ્રોહી કહી દીધો હોત. પરંતુ પોતાના જ તોપચી બનીને આરોપોના ગોળા ફેંકે તો તેનાથી કોણ બચાવે…?
જમ્મુ-કાશ્મિરની હાલની સ્થિતિ માટે આગલી પાછલી સરકારો કે નેતાઓને દોષ આપવાથી શાંતિ અને ખુશલાહી નહીં આવે. કોણે શું કર્યું કેમ કર્યુ ફલાણા નેતા વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મિર સેનાનું થઇ જાત આવુ બધુ કહેવાને બદલે પોતે જ એવું કરે કે આવનારી પેઢીઓ કહે કે નહેરુએ બગાડ્યુ મોદીએ સંવાર્યુ…!!! કાÂશ્મરમાં જ્યાં સુધી શાંતિની સ્થિતિ ના બને ત્યાં સુધી જવાનોએ પણ દુશ્મનોનો સામનો કરવા માટે હર પળ જાગૃત રહેવું પડશે અને બની શકે કે શહિદ પણ થવું પડશે. ભાગવતજીએ જા ૨૦૧૪માં જ સરકારને કહ્યું હોત કે કાશ્મિરને માટે એવી નીતિ અને એજંડા બને કે એક પણ જવાનને શહિદ ના થવું પડે તો બની શકે કે ત્યાં શાંતિ સુખચેનની કાંઇક સ્થિતિ બનત. હવે તો બધા ત્યાં નિષ્ફળ થઇ ગયા છે. બધાએ પોત પોતાની રાજકીય રોટી શેકી લીધી અને કાશ્મિર હવે અશાંતિની આગમાં છે અને આતંકીઓનો સામનો કરતા કરતા આપણા જવાનો શહિદ થઇ રહ્યા છે. ભાગવતજી તમે મોડા આવ્યા પરંતુ વાંધો નહીં આવ્યા ખરો ખરા…!!!સારી…!સ.)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY