સુરત, તા.૦૧
મહુવા તાલુકાના સાંબા ગામના જંગલમાં બનાવેલા નર્સરી ફાર્મમાંથી ૧૪ હજારની સબમર્સીબલ પંપની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ મહુવા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા તાલુકાના સાંબા ગામના હટવાડા ફળિયામાં આરક્ષિત જંગલ આવેલુ છે. આ જંગલ અંબિકા નદીના કિનારે આવેલું છે. જંગલમાં ઔષધીય નર્સરી ફાર્મ બનાવવામાં આવેલ છે. અને કુવામાંથીï પાણી કાઢવા માટેï ૧ એચ.પી. સબમર્સીબલ પંપ મૂકવામાં આવ્યો હતો. ગત રોજ કોઈ અજણ્યા ઈસમે સબમર્સીબલ પંપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. રૂ.૧૪ હજારની કિંમતનીï પંપની ચોરીની ફરિયાદ રમેશભાઈ પટેલે નોધાવતા પોલીસેï ગુનો નોîધી તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




