વલસાડ, તા.૦૧
લોકસભાની સામાન્ય ચૂંટણી -૨૦૧૯ દરમિયાન મતદાનના દિવસે ઇ.વી.એમ.ની સાથે મતદારે કયા ઉમેદવારને મત આપ્યો તે જોઇ શકે તે હેતુસર વીવીપેટનો ઉપયોગ પણ કરાશે. મતદાન પ્રક્રિયાની જાણકારી જિલ્લાના દરેક મતદારને મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણની રાહબરી હેઠળ ઝુંબેશના રૂપમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઇ.વી.એચ.-વીવીપેટના નિદર્શનો કરવામાં આવી રહ્નાં છે. જેનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્ના છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં કરાયેલા નિદર્શનમાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી જાણકારી મેળવી હતી. આ અવસરે ગ્રામજનો પાસે મોકપોલ કરાવી પ્રત્યક્ષ નિદર્શન થકી મતદાન પ્રક્રિયા અંગે જાણકારી આપવાની સાથે તા. ૨૩મી એપ્રિલે યોજાનારા મતદાનમાં સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવો અનુરોધ પણ કરાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



