વતનની જમીનના વિવાદમાં મોટા વરાછા ખાતે રહેતા ભાયાણી પરિવાર વચ્ચે મારામારી

0
21

એક જ કુટુંબના સભ્યો વચ્ચે છૂટાહાથની મારામારી થતા મામલો પોલીસમાં
સુરત, તા.૦૧
વતનની જમીનના વિવાદમાં ભાયાણી પરિવાર વચ્ચે ચાલની માથાકૂટમાં બે દિવસ પહેલાં એક પરિવાર ઉપર બીજા પરિવારે હુમલો કયોર્ હતો.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા સનવેલીï રેસીડેન્સીïમાં રહેતા એમ્બ્રોયડરી કારખાનેદારે રાજેશ કુબેર ભાયાણીએ આરોપી હિરા રામજી ભાયાણી (રહે. શીરડીધામ વરાછા), હર્ષદ રામજી ભાયાણી, પિયુષ હર્ષદ (રહે. તપશીળ સોસાયટી, વરાછા) વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી ભાયાણી તેમજ પત્ની તથા ભાભી મોટા વરાછા અભિલાષા એપાર્ટમેન્ટ પાસેï કાર લઈને જતા હતા, ત્યારે આરોપીઓ બેઝબોલના બેટ સાથે ધસી આવી ફરિયાદી સહિતનાને માર મારી કારને નુકશાન પહોચાડી નાસી ગયા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી અને આરોપી પક્ષ વચ્ચે વતનમાં જમીન બાબતે કેસ ચાલેï છે જેની અદાવત રાખી આ હુમલો કરાયો હતો.
અમરોલી પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY