સુરત,તા.૨
આ હીરો સિન્થેટિક છેકે રિયલ-નેચરલ તેનો ઉલ્લેખ નહીં કરીને ફક્ત ડાયમંડ શબ્દનો જ પ્રયોગ કરવો તેવું યુએસ ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી) દ્વારા સૂચન કરાયું હતું. જેનો અમલ હવે ઇન્ટરનેશનલ ડાયમંડ ગ્રેડિંગ કરતી કંપનીઓએ શરૂ કરી દેતાં સુરતના હીરા ઉદ્યોગકારોમાં નારાજગી છે.
માઇનિંગ ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી ડી‘બિયર્સ દ્વારા સિન્થેટિક ડાયમંડ માર્કેટમાં એન્ટ્રી બાદ હવે યુએસ ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી)એ કુદરતી અને કૃત્રિમ હીરા માટે ફક્ત ડાયમંડ શબ્દ પ્રયોજવો તેવી ગાઇડલાઇન જાહેર કરી છે .સિન્થેટિક ડાયમંડની ભેળસેળનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં સિન્થેટિક એટલે કે કૃત્રિમ ડાયમંડને પણ ફક્ત ડાયમંડ શબ્દ પ્રયોજવાથી નેચરલ ડાયમંડની ઓળખ ફરી અઘરી બનશે. આ પોલિસી સામે સુરતના હીરા ઉદ્યોગમાં નારાજગી જાવા મળી રહી છે.
અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઇ ગુજરાતીએ જણાવ્યું હતું કે કેરેટના આધારે ડાયમંડના સર્ટીફિકેશન પર ચાર્જ લાગે છે નાના હીરા ઉદ્યોગકારોને ક્યારેક સર્ટીફિકેશન કરાવવું મોંઘું પડે છે. મોટા ભાગે કંપનીઓ તેમની ગુડવિલના આધારે હીરાની વેચાણ કરે છે. હવે ગ્રેડિંગ લેબોરેટરી એફટીસી ગાઇડ લાઇન મુજબ સર્ટીફિકેટ ઉપર સિન્થેટિક શબ્દ નહીં લખે ત્યારે ગુડવિલના આધારે વેચાણ કરવું અઘરું પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





