પલસાણાના બંધ ફ્લેટમાંથી લેપટોપ અને રોકડા રૂપિયાની ચોરી

0
8

ચાર રસ્તા પાસે મહાલક્ષ્મી બિલ્ડીંગમાં ચોરી થઈ
સુરત, તા.૦૨
પલસાણા ખાતે આવેલï એક મકાનની બારીમાંથી અંદર પ્રવેશી રોકડા રૂપિયા તથા લેપટોપ મળી કુલ્લે ૨૭ હજારની મત્તાની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકમાંï નોîધાયો હતો.પોલીસે ઘરફોડ ચોરીનો બનાવ નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા ચારï રસ્તા પાસે મેક્ષ પ્લાઝા-મહાલક્ષ્મી બિલ્ડીંગમાં મહંમદïસદામ અંસારી રહે છે. ગત દિવસોમાં તેમના બંધ મકાનની બારી ખોલી તસ્કર અંદર પ્રવેશી રોકડા રૂપિયા ૭ હજાર તથા ૨૦ હજારની કિંમતનું લેપટોપ મળી કુલ્લે ૨૭ હજારની કિંમતનુંï લેપટોપ મળી કુલ્લે ૨૭ હજારની મતાની ચોરી કરી ફરાર થઈïગયો હતો. મહંમદï અંસારીએï પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે આઈપીસી-૪૫૭ તથા ૩૮૦ï મુજબનો ગુનો નોîધીï તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદીનું નિવેદન નોધી પુરાવાઓ એકત્ર કરવા ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યુ હોવાનું જાણવા મળ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY