અડાજણની યુવતી પર લીંબાયતના યુવાન દ્વારા વારંવાર બળાત્કાર

0
16

યુવતીના શરીર પર બચકા ભરી મારી નાંખવાની ધમકી
સુરત, તા.૩
અડાજણની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર યુવતીની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારનાર લીંબાયતના વસીમ પઠાણ વિરૂદ્ધ અઠવા પોલીસ સ્ટેશને બળાત્કારનો ગુનો દાખલ થયો હતો.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લીંબાયત મદીના મસ્જિદ શિવમ સુંદરમાંમાં રહેતો વસીમ ફારૂક પટાણ ફરિયાદી યુવતીના પરિચયમાં આવતા આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી મજૂરાગેટ મધુર મિલન વાડીની સામેના મકાનમાં લઈ જઈ ફરિયાદીની મરજી વિરૂદ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદીએ લગ્ન કરવાની વાત કરતા આરોપીએ ફરિયાદી યુવતીને માર મારી ખભાના પાછળના ભાગે બચકા ભરી લીધા હતા. તેમજ ફરિયાદીની મોબાઈલ ફોનમાંથી ફોટા ડિલીટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા.
બનાવ અંગે અઠવા પોલીસે એટ્રોસિટી એક્ટ સહિત બળાત્કારનો ગુનો નોîધ્યો હતો. આ કેસની તપાસ એસટી-એસસી સેલની મદદનીશ પો.કમિ. પિનાકીન પરમારે હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY