કનકપુર કનસાડમાં યુવકને ચપ્પુ મરાયું

0
8

સુરત, તા.૩
સચીન કનકપુર કનસાડ ખાતે નજીવી બાબતેમાં ઝઘડો કરી ત્રણ ઈસમોએ ચાકુ વડે હુમલો કરી એક યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સચીન પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૦૭ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વતની અને હાલમાં સચીન કનકપુર-કનસાડ ઉમીયા નગર સાંઈબાબાના મંદિર પાસે રહેતા સંકેતભાઈ જયંતિ ભાઈ સોલંકી ગત રોજ રાત્રીના સુમારે પોતાના ઘર પાસેથી પસાર થી રહ્ના હતા. ત્યારે રમેશભાઈ ફકીરભાઈ શાસ્ત્રી, હાર્દિક રમેશભાઈ શાસ્ત્રી તથા દમયંતિબેન શાસ્ત્રી નામના ત્રણ આરોપીઓએ નજીવી બાબતમાં તકરાર ઉભી કરી ચાકુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે સચીન પોલીસ મથકમાં શાસ્ત્રી પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY