જુગારની ક્લબ પર પીસીબીએ છાપો માર્યો
સુરત, તા.૩
કાપોદ્રા જય માતાજી ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસમાં ધમધમતી જુગારની ક્લબ ઉપર પીસીબી પોલીસે દરોડા પાડી ૧૧ જુગારીની ધરપકડ કરી હતી. પીસીબી પોલીસે ૧૦ મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ રૂ.૭૯,૪૦૦ની મતા કબજે કરી હતી.
પીસીબી પોલીસે બાતમીના આધારે કાપોદ્રા મુરઘા કેન્દ્ર પાસે વડવાળા શોપિંગ સેન્ટરમાં આવેલી જય માતાજી ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સમાં દરોડા પાડ્યા હતા. જુગાર રમતા કાબા રબારી, પંકજ બારૈયા, રાજેશ કોટક, મહેન્દ્ર મકવાણા, લાલજી જાલંધરા, અરવિંદપુરી ગોસ્વામી, શૈલેષ રાદડીયા, પ્રકાશ આહિર, મુકેશ દોડીયા, રમેશ ધામેલીયા, અશોક પટેલની ધરપકડ કરી હતી. પીસીબી પોલીસ રોકડા રૂપિયા ૧૦ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૭૯,૪૯૦ની મતા કબજે કરી હતી. પીસીબી પોલીસે તમામ જુગારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



