બાઇક પર પસાર થતાં યુવાનને જાહેરમાં રહેંસી નાખતા ચકચાર મચી

0
6

સુરત,તા.૨૦
સુરતના વરાછામાં બાઇક પર પસાર થતાં યુવાનને જાહેરમાં રહેંસી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સુરતમાં પેરોલ પર છુટનારા આરોપીની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હત્યારાઓ દ્વારા રેલવેના પાટા નજીક હત્યા કરી દેવાઈ છે. મરનાર યુવક ભગા રબારીની હત્યા કેસમાં જેલમાં હતો.
સુરતના માથાભારે ભગા રબારીની હત્યાના ગુનામાં સંડોવાયેલા ચેતન પરમારની વરાછા રેલ્વે ટ્રેક પાસે અશોકનગરની નજીક ફુલવાડીમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. કતારગામ ખાતે રહેતો ચેતન પરમાર (૩૨) પોતાની બાઇક ઉપર સવાર થઇને વરાછારોડ અશોકનગર પાસે આવેલી ફુલવાડીમાંથી પસાર થતો હતો.
ત્યારે કેટલાક શખ્સોએ તેમને અટકાવી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાસી ગયા હતા. જાણવા મળ્યા મુજબ મરનાર ચેતન પરમારે વર્ષ ૨૦૧૧માં અગાઉ આ વિસ્તારના માથાભારે ભગા રબારીની હત્યા કરી હતી.
આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. ચેતન હાલમાં પેરોલ પર છુટ્યો હતો. ૨૫મી ડિસેમ્બરે તેના પેરોલ પૂરા થતા હતા. ચેતનની ભગા રબારીના સાગરીતોની હત્યા કરી હોવાનું પોલીસે અનુમાન કરીને આગળની તપાસ હાથ ઘરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY