નોઇડા,તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નોઈડા અને ગ્રેટર નોઇડને મોટી ભેટ આપી. પીએમ મોદીએ ગ્રેટર નોઇડામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. જેમાં નોઈડા સિટી સેન્ટર- નોઈડા ઇલેક્ટ્રોનિક સિટી સેક્શન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાન સામેલ છે. આ ઉપરાંત પીએમ મોદીએ ખુર્જા અને બક્સર પાવર પ્લાન્ટનું પણ ખાતમૂહુર્ત કર્યું.
પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ બાલાકોટમાં ભારતે કરેલી એરસ્ટ્રાઈકના પુરાવા માંગનારા વિપક્ષને પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આડેહાથ લીધા છે. પીએમે પાકિસ્તાન અ્ને આતંકવાદ પર વારાફરતી હુમલા કરતા ‘ભાગલાવાદી ગેંગ’ને પણ પોતાના નિશાન પર લીધા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે જે સમયે પાકિસ્તાન ભારતીય એરસ્ટ્રાઈકથી પરેશાન હતું તે સમયે ‘ભાગલા પાડો ગેંગ’ના લોકો આ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે આ કિયું બાલાકોટ છે? જ્યારે એક સમય પાકિસ્તાન કહી રહ્યું હતું કે ‘મોદી એ માર્યું’ ત્યારે આપણા દેશમાં સવાલો કરવામાં આવી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ‘આજે દેશની અંદર પોતાને મોટા નેતા માનનારા લોકો જે ભાષા બોલે છે, તેનાથી દેશના દુશ્મોની તાકાત વધી રહી છે. દેશના જવાનોના પરાક્રમ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને તેને લઈને પાડોશી દેશમાં તાળિયો પડી રહી છે. ભાગલા પાડો ગેંગની ચાલ એવી છે કે એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન હેરાન હતું, પરંતુ આ લોકો ફક્ત એ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે ભારતનું બાલાકોટ છે કે પાકિસ્તાનનું બાલાકોટ છે? આવા લોકોની વાતો પર વિશ્વાસ કરશો નહીં.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ૨૦૧૬માં પ્રથમ વખત અમારી સરકારે આતંકી જૂથોના વડાઓને તેમની જ ભાષામાં જવાબ આપ્યો, જે તેઓ સમજે છે. પીએમે વધુમાં જણાવ્યું કે, ‘ઉરી બાદ અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો આ લોકો પુરાવા માંગતા હતા. હવે પુલવામાં હુમલો કર્યો.ય ભારતના વીરોએ જે કામ કર્યું, તેવું કામ એક દાયકામાં નથી થયું. આપણા દેશના વીર જવાનોએ આતંકીઓને તેમના ઘરમાં જઈને માર્યા.’
આતંકીઓને ભારત પાસેથી આવા જવાબની આશા ન હતી. પાકિસ્તાનની જમીન પર ટેન્ક તૈનાત કરાઈ હતી. આપણી સેના ઉપરથી પસાર થઈ ગઈ. આપણે તો આ ઘટના બાદ ચૂપ હતા પરંતુ પાકિસ્તાનની ઊંઘ રાત્રે ૩.૩૦ કલાકે ઉડી ગઈ. પાકિસ્તાન એવું ગભરાયું કે સવારે પાંચ વાગ્યે ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





