કાળઝાળ ગરમી વચ્ચે સ્વાઈન ફ્લૂનો આતંક, વધુ ૩ દર્દી નોંધાયા

0
5

સુરત,તા.૩
કાળઝાળ ગરમી વચ્ચે પણ આતંક મચાવી રહેલો સ્વાઈન ફ્લૂનો આંકડો વધી રહ્યો છે. સુરતમાં સ્વાઈન ફ્લૂના વધુ ત્રણ દર્દીઓ નોંધાતા શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યો છે. અને શહેરમાં સ્વાઈન ફ્લૂનો આંકડો ૩૮૬ પર પહોંચી ગયો છે.
ઉધનાની ૩૯ વર્ષિય મહિલા, સલાબતપુરાનો ૬ વર્ષિય બાલખ અને પાલની ૩૦ વર્ષિય યુવતીનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી તમામને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે જ શહેરમાં સ્વાઈન ફ્લૂના દર્દીનો આંકડો ૩૮૬ પર પહોંચી ગયો છે.
સ્વાઈન ફ્લૂના નવા ૩ દર્દી સાથે દાખલ દર્દીની સંખ્યા ૩૯ થઈ ગઈ છે. જેમાંથી ૨૩ દર્દીની હાલત સુધારા સાથે ૬ દર્દી વેન્ટીલેટર, ૬ દર્દી બીપેપ અને ૪ દર્દી ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. શહેરમાં સ્વાઈન ફ્લૂના કારણે ૫ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે આકરી ગરમી વચ્ચે પણ સ્વાઈન ફ્લૂના દર્દીઓ સામે આવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY