દારૂના નશામાં રાક્ષસ બન્યો બાપ, ૩ વર્ષના દીકરાને બેરહેમીથી ફટકારતા ચકચાર મચી

0
9

હૈદ્રાબાદ,તા.૧૦
દારૂના નશામાં કેટલાંક લોકો એવા ધૂત થઇ જાય છે કે પછી તેમને કંઇ સૂઝતું હોતું નથી અને કંઇપણ કરી બેસતા ખચકાતા નથી. આવી કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આજે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જાઇ તમે બે ઘડીથી સ્તબ્ધ થઇ જશો. હૈદ્રાબાદની આ ઘટનામાં નશાની હાલતમાં બાપ પોતાના જ ત્રણ વર્ષના માસૂમ બાળકને બેરહેમથી ફટકારે છે.
હૈદ્રાબાદમાં એક શખ્સે દારૂના નશામાં પહેલાં પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો અને પછી તેનો ગુસ્સો શાંત ના તયો તો તેના ત્રણ વર્ષના બાળકને પછાડી-પછાડીને ઢોર માર મારે છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ગુસ્સામાં આવેલા બાપે માતાના ખોળામાંથી બાળકને છીનવી લીધું અને પછી રિક્ષાની સામે જ તેને પછાડવા લાગે છે. તે સમયે બાળકની માતા અને કેટલાંક આડોશી-પાડોશી તેને બચાવાની કોશિષ કરી રહ્યાં છે. લોકોને નજર અંદાજ કરીને સતત તેના બાળકને માર મારે છે.
આ કેસ સામે આવ્યા બાદ પોલીસે એ શખ્સની વિરૂદ્ધ આઇપીસીની સેકશન ૩૨૪ અને કિશોર ન્યાય અધિનિયમના સેકશન ૭૫ અંતર્ગત કેસ નોંધ્યો છે. બીજીબાજુ બાળકને બાળ કલ્યાણ સમિતિને સોંપી દેવાયો છે. મળતી માહિતી પ્રમાણે આ શખ્સ અત્યારે ફરાર છે. પોલીસ તેની શોધ કરી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY