કાર પલ્ટી મારતા ચાલકનું મોત નીપજ્યું

0
3

સુરત,તા.૩
સુરત શહેરના મોટા વરાછા ખાતે આવેલ રિવર હાઇટ્‌સમાં રહેતા આધેડ પોતાની ફોર વ્હીલ ગાડી લઈ કીમ ખાતે રહેતા તેમના સંબંધીને મળવા આવ્યા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ મૂળદ ગામની સીમમાં વણાંક પાસે તેમણે ગાડીના સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં ગાડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરના મોટા વરાછા ખાતે આવેલ રિવર હાઇટ્‌સમાં રહેતા મનસુખભાઇ નાગજીભાઇ કોઠીયા (૫૨) નાઓ પોતાની સિયાજ કાર નંબર જીજે-૦૫-જેઆર-૮૦૯૬ લઈને નીકળ્યા હતા. તેઓ ફોરવ્હીલ ગાડી લઈ કીમ ખાતે આવેલ સ્વાગત રો હાઉસમાં રહેતા તેમના વેવાઈ રમેશભાઈ ઠુમરને ત્યાં ગયા હતા. અને જ્યાંથી રાત્રિના ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ પરત ઘરે ફરી રહ્યા હતા તે દરમ્યાન મૂળદ ગામની સીમમાં મૂળદથી સ્યાદલા જતાં રોડના વણાંક નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન તેમણે ફોર વ્હીલ ગાડીના સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં કાર પલટી મારી રસ્તાની બાજુમાં આવેલ ગટરમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં મનસુખભાઈને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે કીમ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY