સુરત,તા.૩
સુરત શહેરમાં આગામી ૨૯ મે ૨૦૧૯ના રોજ ચાર દીકરીઓ દ્વારા દીક્ષા લેવામાં આવનાર છે. જેમાં ૧૨ વર્ષની ખુશી, ૧૯ વર્ષની હિમાની, ૨૭ વર્ષની રૂપલ અને ૫૫ વર્ષના રાજશ્રીબેન દીક્ષા સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવશે.
સુરતમાં યોજાનાર ચાર દીકરીઓની દીક્ષા અંગે આચાર્ય રશ્મિરત્નસૂરિ મહારાજે જણાવ્યું હતું કે આગામી તારીખ ૨૯ મે ના રોજ સુરતમાં વધુ જેમાં ચાર દીક્ષા થવાની છે અને તે પણ ચાર દીકરીઓ દીક્ષા લઇ રહી છે. જેમાં હિમાનીની કૌટુંબિક બહેને દસ વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. હિમાની દસમાં ધોરણમાં અભ્યાસ દરમિયાન આરાધના અને પ્રવચનો સાંભળવા માટે આવતી હતી. જ્યાર બાદ ઉપવાસ શરુ કર્યા અને હવે તે દીક્ષા લેવા જઇ રહી છે. હિમાનીને તેના પરિવાર દ્વારા અનુમતી મળ્યા બાદ દીક્ષા આપવામાં આવી રહી છે. દીક્ષા પહેલા તેની પરીક્ષા લેવામાં આવી અને તેણે બધા જ કષ્ટો અને નીતિનિયમો શીખ્યા. હિમાનીના કાકાની દીકરી બહેન હાલમાં ક્ષમાર્થીરેખાશ્રી તરીકે વિહાર કરી રહી છે. હિમાનીનો પરિવાર ૩૦ વર્ષથી સુરતના કતારગામમાં રહે છે.
૧૯ વર્ષિય મુમુક્ષુ હિમાનીના જણાવ્યા અનુસાર ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી દીક્ષા લેવાનો વિચાર પણ ન્હોતો આવ્યો. બહેનપણીઓ સાથે એકાદ દિવસના ઉપવાસ કરતી પરંતુ એક દિવસના ઉપવાસ પણ મુશ્કેલ લાગતા હતા. પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે આ રસ્તે આગળ વધી અને ગત વર્ષે સિદ્ધી તપની આરાધના પૂર્ણ કર્યા બાદ લાગ્યું કે હવે દીક્ષા જ લેવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



