અ’વાદના વેપારી દ્વારા સુરતના વેપારી સાથે ૯.૪૦ લાખનું ચીટિંગ

0
9

સાડીનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી
સુરત, તા.૪
અમદાવાદના વેપારીએ સુરતના વેપારી સાથે રૂપિયા ૯.૪૦ લાખની ઠગાઈ કરી હતી. સાડીનો જથ્થો ખરીદ્યા બાદ પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન અને ફોન બંધ કરી અમદાવાદનો વેપારી નાસી ગયો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડ સૂર્ય કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા અને રિંગરોડ અભિનંદન ટેક્ષ્ટાઈર્લ્સ માર્કેટમાં ગૌરીપતિ સારીઝ ધરાવતાં તુષાર અરવિંદભાઈ મિત્તલ પાસેથી આરોપી રાકેશ રામચંદ્ર ગૌડે (શ્રી સિદ્ધિ વિનાયક ટેક્ષ્ટાઈલ્સ, અમદાવાદ) રૂ.૯,૪૦,૪૩૩ની કિંમતની સાડી ખરીદી હતી. ૨૫ દિવસમાં પેમેન્ટ ચૂકવવાનો વાયદો કર્યા બાદ આરોપી વેપારીએ પેમેન્ટ નહીં ચૂકવી ફરિયાદી સાતે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. તેમજ આરોપી દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી ઉઠમણું કરી ગયો હતો. સલાબતુપાર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY