રોકડા તથા દાગીના લઈને તસ્કરો છુમંતર
સુરત, તા.૪
ઓલપાડ તાલુકાના અશોક નગર ખાતે આવેલા એક મકાનના બેડરૂમની બારીની ગ્રીલ તોડ રૂ.૫.૯૦ લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે ઘરફોડ ચોરીનો બનાવ નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ તાલુકાના અશોક નગર ખાતે ભેરૂલાલ કનૈયાલાલ રહે છે. અશોક નગરમાં મકાન નંબર ૮માં રહેતા ભેરૂલાલ નિવૃત્ત છે. ગત તા.૨૯મી માર્ચથી આજદિન સુધીમાં તેમના બંધ મકાનમાં બેડરૂમની બારીની ગ્રીલ તોડી તસ્કરો અંદર પ્રવેશી કબાટનું લોક તોડી ૩.૪૦ લાખ રૂ.ના સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ૨.૫૦ લાખ મળી કુલ્લે ૫.૪૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઓલપાડ પોલીસ મથકમાં નિવૃત્ત આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ગુનાવાળી જગ્યાનું નિરિક્ષણ કર્યુ હતું. આ ઉપરાંત પોલીસે શકમંદો ની પણ પુછપરછ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




