નાગપુરના ઠગે મહિલા તબીબ પાસેથી મોટી રકમ પડાવી લીધી
સુરત, તા.૪
ભીમરાડના ડોક્ટર સાથે નાગપુરના ચીટરે રૂપિયા ૧૦ લાખની ઠગાઈ કરી હતી.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભીમરાડ રોડ, ઈકો પોઈન્ટ એપાર્ટમેન્ટમાં રહે ડો. ચંદ્રસ્મીતા પ્રદીપભાઈ ડેકીએ આરોપી હર્ષીલ નરેન્દ્ર સુર્યવંશી (પારડી નાગપુર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી હર્ષિલ ફરિયાદી ડો.ચંદ્રસ્મીતા પાસે આપી પોતે એમ.ટેક હોવાનું જણાવી કોન્ટ્રાક્ટનું કામ કરતા હોવાનું બતાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ રૂપિયા ૧૦ લાખ મેળવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



