સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અમદાવાદના દેવેન્દ્રકુમાર પટેલના ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા
સુરત, તા.૪
ખેતીની જમીન બિન ખેતીમાં રૂપાંતરિત કરવા માટે ઓનલાઈન પ્રોસેસમાં બોગસ દસ્તાવેજા રજૂ કરી ખેડૂતો વતી અરજી કરનાર અમદાવાદના મુખ્ય સૂત્રધાર દેવેન્દ્ર કુમાર પટેલની ડીસીબી પોલીસે ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ખેડૂતોની ઓનલાઈન અરજી વખતે આરોપી દેવેન્દ્ર કુમારે તમામ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર રજૂ કર્યો છે.
ખેતીની જમીન બિનખેતી કરવા માટે ઓનલાઈન પ્રોસેસમાં ડીડીઓ અને નગર નિયોજનના સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો રજૂ કરી હાલ સાત જેટલા ખેડૂતોની સામે સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે ડીડીઓ કચેરીની સિનિયર ક્લાર્ક દિલીપ નારણ પટેલની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
ડીડીઓ કચેરીએ આરોપી નગીન અમાઈદાસ (ઉમરા), પ્રફુલ છગન (ઉમરા) ગિરિશ વેલજી ગાબાણી (પારિયા), ભુપત આંબા ગાબાણી (રહે. અસામ), રાઘવ મનજ (કામરેજ), ચિરાગ તળશજી મોરડિયા (કરમલા), રમેશ ગોરધન સોનાણી (સાંધિયેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ગયા વર્ષે ખેતીની જમીન બિનખેતીની કરવા માટે ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીમાં રજૂ કરાયેલા સરકારી દસ્તાવેજા બોગસ હોવાનુંï તપાસમાં ખુલ્યુ હતું. જેના આધારે ડીડીઓ કચેરીએ સુરતની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં ખેતીની જમીન બિનખેતીની કરાવવા માટે મસમોટું કૌભાંડ ચાલી રહ્નાં છે. કેટલીક ખેતીની જમીનો ઉપરનો પ્રોજેક્ટો પણ મુકી દેવાયા છે. એન.એ કરવા માટે લાખ્ખો રૂપિયાની લાંચ લેવામાં આવે છે.
ક્રાઈમ બ્રાંચ પોલીસે ફરિયાદ બાદ ડીડીઓ કચેરી પાસેથી દસ્તાવેજા અને પુરાવા મેળવી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દેવેન્દ્ર કુમાર પટેલની ધરપકડ કરી સાત દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેમજ ખેડૂતોને પણ બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



