સુરત,તા.૨
શહેરમાં સિટી બસ સર્વિસ અને બીઆરટીએસની સેવા શરૂ થયા બાદ શહેરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. આંતરે દિવસે નિર્દોષ શહેરીજનોના જીવ જઇ રહ્યા છે અથવા તો તેમને ઇજાઓ થઇ રહી છે. આવા સંજાગોમાં અકસ્માતની ઘટનાઓ ઉપર અંકુશ આવે અને ડ્રાઇવરો પણ પોતાની બસ કાળજીપૂર્વક ચલાવે તેના માટે સુરત મહાનગર પાલિકા દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાએ દરેક મ્ઇ્જી અને સિટી લિંકની બસના ફ્રન્ટ ગ્લાસ પર એવુ લખાણ લખાવીને સ્ટીકર લગાવ્યા છે કે, આજે મારાથી કોઇ અકસ્માત નહીં થાય મારો પરિવાર મારા ઘરે મારી રાહ જુએ છે.
આ વાકીય બસનો ચાલક વારંવાર વાંચી શકે તે રીતે ફ્રન્ટ ગ્લાસ પર સ્ટીકર લગાવ્યા છે. ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા દર રોજ સવારે નોકરી પર આવતા સિટી બસ અને બીઆરટીએસના ડ્રાઇવરોને એવી શપથ પણ લેવડાવી છે કે, આજે તેઓ કોઇ અકસ્માત નહીં સર્જે અને શાંતિથી બસ ડ્રાઇવ કરશે. હવે જાવાનું એ રહે છે કે, મહાનગર પાલિકાની આ અનોખી પહેલની ડ્રાઇવરોના મન મગજ પર કેવી અસર થાય છે અને તેનું શું પરિણામ આવે છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





