પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ચૂંટણી પંચે વ્યવસ્થા ઉભી કરી
સુરત, તા.૪ ભારતીય ચુંટણી પંચ દ્વારા જમ્મુ અને કશ્મીર રાજયના કશ્મીરી માઈગ્રન્ટ ઈલેકટર્સ માટે મતદાનની સુવિધા માટેની વિશેષ પ્રક્રિયા બાબતે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. જે અનુસાર આવા M-Voter એટલે કે, જમ્મુ અને કશ્મીરના રેસીડેન્ટ કમિશનર દ્વારા ઈસ્યુ કરાયેલ પ્રમાણપત્ર અનુસાર જમ્મુ અને કશ્મીરના રાજયના મતદાર હોય, પરંતુ કશ્મીરમાં પોતાની વિધાનસભા મતવિસ્તારની બહાર રહેતા હોય અને જમ્મુ, ઉધમપુર, દિલ્હી ખાતેના રાહત કેમ્પોમાં કે આસપાસ વસવાટ કરતા હોય અથવા ભારતમાં અન્ય કોઈ પણ સ્થળે વસવાટ કરતા હોય તેવા કાશ્મીરી માઈગ્રેટ મતદારો માટે જમ્મુ, દિલ્હી અને ઉધમપુર ખાતે ઉપલબ્ધ કરાવાયેલ મતદાન મથકોએ રૂબરૂ જઈને મતદાન કરવાની અથવા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા ચુંટણીપંચ દ્વારા કરવામાં આવી છે.
આવા એમ-વોટર હાલમાં વસવાટ કરતા હોય તે વિધાનસભા મતવિસ્તારની ERO કચેરીએ મુલાકાત લઈ ફોર્મ-એમ અને ફોર્મ-૧૨C, રહેઠાણના પુરાવાઓ, માઈગ્રેશન સર્ટીફીકેટ રજુ કર્યેથી તેઓ માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



