મતદાર જાગૃતિ ઝુંબેશ અંતર્ગત સ્કૂલ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી

0
7

શહેર જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયો
સુરત, તા.૪                                                                                                                  મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધારેમાં વધારે ઉપયોગ કરે તેવા આશયથી સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એચ.એચ. રાજ્યગુરૂના માર્ગદર્શન હેઠળ સુરત શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓમાં માનવ સાંકળના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અઠવાઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના બાળકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એચ.એચ.રાજ્યગુરૂની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ સંદર્ભે માનવસાંકળ બનાવવામાં આવી હતી. તાઃ૨૯મીના રોજ ચોર્યાશી તાલુકાની સી.બી.ભંડારી શાળામાં ધોઃ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે માનવસાંકળ બનાવી ‘૧૦૦ ટકા મતદાન’, ‘હું તૈયાર છું.’ ‘મતાધિકાર છે આપણી પવિત્ર ફરજ’ જેવા સુત્રો-બેનરો સાથે જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયત્ન કરાયો હતો. તાઃ૨૯મીના રોજ પલસાણા તાલુકાના એના ગામની સરદાર પટેલ વિદ્યાલય, માંગરોળની મદ્રેસા ગર્લ્સ એન્ડ બોયઝ હાઈસ્કુલ અને કામરેજ તાલુકાના ગભેણી સ્થિત રામકબીર હાઈસ્કૂલમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ રેલી સ્વરૂપે સંદર્ભે માનવસાંકળ બનાવવામાં આવી હતી.
ધિ માંડવી હાઈસ્કુલ,માંડવી ખાતે શિક્ષણ નિરિક્ષકશ્રી અરૂણભાઈ અગ્રવાલની અધ્યક્ષતામાં તેમજ ઓલપાડમાં મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયના શિક્ષકશ્રી યુ.બી.વસાવા દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે માનવસાંકળ બનાવવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY