વેપારીને તમાચા મારી નાખવાની ધમકી
સુરત, તા.૪
કોસંબા ટેમ્પા ગામ પીપોદરા જીઆઈડીસી પાસે એક વેપારીને મા બેનની ગાળો આપી એક આરોપીએ ગાલ પર તમાચાઓ મારી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કોસંબા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૧૦૪, ૫૦૬/૨ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન દાદા મંદિરની પાછળ આવેલી કિષ્ણા પાર્ક સોસાયટીમાં નિલેશભાઈ જૈન રહે. ગત તા.૧ લી એિલના રોજ નિલેશ પોતાના ઘરના આંગણામાં બેઠો હતો ત્યારે આરોપી નીતિન ચોવટીયા અને તેની સાથેના અન્ય બે ઈસમોએ તેની પાસે આવી અમારો માલ વેચવા કેમ દેતો નથી? તેમ જણાવી ગાલ પર તમાચાઓ મારી ફરાર થઈ ગયા હતા. સાથે સાથે આરોપીઓ દ્વારા નિલેશને મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



