બે જૈન વેપારીઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ
સુરત, તા.૪
રિંગ રોડ ટેક્ષ સિલ્ક મિલ્સ માર્કેટના એક વેપારી સાથે ૧૮.૩૫ લાખની ઉધારમાં સાડીઓ તથા ડ્રેસ મટીરિયલ્સની ખરીદી કરી પાછળથી પેમેન્ટ નહીં કરી વિશ્વાસઘાત કરી જૈન સમાજના બે વેપારીઓ ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અઠવાલાઈન્સ નર્મદ નગર ખાતે નિલેશચંદ્ર ગાંધી રહે છે. ન્યુ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં આવેલી છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરના હનુમાન સેન ખાતેના વિમલનાથ ટેક્ષટાઈલના પ્રોપરાયટર જેઠમલ જૈન તથા બોમ્બે માર્કેટ રોડ ખાતે આવેલા સંજુબા પેલેસ ભૈરવ એન્ટરપ્રાઈઝના માલિક વિનોદ જૈન વિગેરેઓએ ત્રિલોકચંદ ગાંધી પાસેથી જુદા જુદા સમયે સાડીઓ તથા ડ્રેસ મટીરીયલ્સની ખરીદી કરી પાછળથી નાણાનું પેમેન્ટ નહીં કરી રૂ.૧૮.૩૫ લાખ નાણાનું પેમેન્ટ નહીં કરી રૂ.૧૮.૩૫ લાખનો વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





