ભાઠેનામાં મોબાઈલ ફોન લૂંટવા યુવાન પર ચપ્પુથી હુમલો કર્યો

0
6

ઈજાગ્રસ્ત પરપ્રાંતીય યુવક સિવિલમાં દાખલ
સુરત, તા.૫

ઉધના ભાઠેનામાં ચા પીવા નીકળેલા કારીગર ને બે અજાણ્યા ઈસમોએ પીઠ પર ચપ્પુ ઘુસાડી મોબાઇલની લૂંટ ચલાવી હતી. શુક્રવારની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ઘટનાની જાણ બાદ ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ઈજાગ્રસ્ત પોલીસને ફરિયાદ કરવાની ના પાડી અશ્વિનીકુમાર રમેશભાઈ રાયના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અશ્વિની ૪ દિવસ પહેલા જ યુપીથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. ભાઠેના ખરવર નગરના જરીના કારખાનામાં કામનો પણ પહેલો જ દિવસ હતો. નાઈટ પાળીમાં કામે ગયા બાદ વહેલી સવારના અશ્વિની ચા પીવા નીકળ્યો હતો. ત્યારે બાઇક સવાર બે ગુજરાતી ભાષા બોલતા યુવાનોએ તેની પાસે મોબાઈલ માંગી દાદાગીરી કરી હતી. પછી અચાનક પાછળથી ચપ્પુ ઘૂસાડી ભાગી ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY