રાજપીપળામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક બાદ એક છબરડા

0
52

હપ્તાની રક્મ અલગ અલગ ખાતામાં જમા થતા લાભાર્થીઓ અટવાયા 

અગાઉ લાંબો સમય થવા છતાં હપ્તા ન આવતા લોકો ઘર વિહોણા થયા હતા ત્યારબાદ હાલ લાભાર્થીઓના અલગ બેન્ક ખાતાઓમાં પૈસા જમા થતા દોડાદોડી 

અગાઉના બે હપ્તા જે બેન્ક ખાતામાં જમા થયા તેમાં ત્રીજો હપ્તો ન આવ્યો અને દસ વર્ષ થી ઓપરેટ નહિ થયેલા ખાતામાં પડ્યો જયારે અમુકના તો પત્નીના ખાતામાં જમા થતા લાભાર્થીઓ ધક્કે ચઢ્યા 

રાજપીપળા : રાજપીપળા શહેરમાં નગરપાલિકા વિસ્તારાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક બાદ એક છબરડા સામે આવતા લાભાર્થીઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી ત્યારે સરકાર ગમે તેવી યોજનાઓ અમલમાં મૂકે પણ જેતે ખાતા દ્વારા તેનું સંચાલન યોગ્ય ન થાય તો લાભાર્થીઓ ટલ્લે ચઢતા હોય છે તેવોજ કિસ્સો રાજપીપળા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રકાશમાં આવ્યો છે .

2017-18 ના વર્ષ માં રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ હેઠળ કુલ 152 જેવા લાભાર્થીઓના આવાસ પાસ થયા હતા પરંતુ ઘર તોડી બીજા હપ્તા ની રાહ જોતા લાભાર્થીઓ અટવાયા બાદ લાંબા સમયે હપ્તો જમા થયો ત્યારબાદ ત્રીજા હપ્તાના જરૂરી ફોટા અને દસ્તાવેજો ઉપર પહોંચ્યા બાદ ફરી લોકો રાહ જોતા થયા એ હપ્તો પણ લાંબા સમય બાદ લાભાર્થીઓના ખાતામાં જમા થયો પણ અગાઉના બે હપ્તા જે ખાતામાં આવ્યા તેમાં ત્રીજો હપ્તો ન આવતા પાલિકા માં આવાસ યોજનાનું કામ સાંભળતા કર્મારી સાથે લાભાર્થીઓની માથાકૂટ થઈ ત્યારબાદ ખબર પડી કે કોઈ લાભાર્થીનો એના વર્ષોથી ઓપરેટ મહી થતા ખાતામાં ત્રીજો હપ્તો આવ્યો જારે અમુક નો તેમની પત્નીના નામના ખાતામાં જમા થયો આ બાબતે તાપસ કરા એમ જાણા મં કે જે ખાતામાં આધારકાર્ડ લિંક હશે એમાં ત્રીજો હપ્તો આવ્યો તો અગાઉ જે ખાતામાં બે હપ્તા આવ્યા એ કઈ રીતે આવ્યા એ પણ એક સવાલ લાભાર્થીઓ કરી રહ્યા છે.

સરકાર માંથી જમા થતા લાભાર્થીઓના હપ્તા આવાસના ફોર્મ સાથે લાભાર્થીઓએ આપેલી બેંક ડીટેલના બદલે અલગ અલગ ખાતામાં જમા થતા પાલિકા કર્મચારીઓ સાથે લાભાર્થીઓની માથાકૂટ પણ થાય છે ત્યારે સરકાર આ માટે યોગ્ય કામગીરી કરાવી લાભાર્થીઓના પૈસા જેતે ફોર્મ સાથે આપેલા ખાતામાં જ પૈસા જમા થાય તેવું આયોજન કરે તેવી માંગ છે .

મારા અગાઉના બે હપ્તા યુનિયન બેન્કમાં આવ્યા બાદ હાલ ત્રીજો હપ્તો સ્ટેટ બેન્કમાં આવતા અમે દોડતા થયા :દીપકભાઈ (લાભાર્થી)

રાજપીપળા વડ ફળિયા માં રહેતા દીપકભાઈ એ જણાવ્યું કે મારા અગાઉના બે હપ્તા યુનિયન બેંક માં આવ્યા બાદ ત્રીજા હપ્તા માટે હું તપાસ કરવા ગયો પરંતુ એ જમા ન થયો હોય પાલિકા કર્મચારી પાસે જતા તેમના કહેવા મુજબ મેં મારી પત્ની અને મારુ સ્ટેટ બેંક નું જોઈન્ટ ખાતું હતું એમાં તપાસ કરવી તો તેમાં જમા થયો હતો આ રીતે અલગ અલગ ખાતામાં હપ્તા જમા થાય તો અમારા જેવા કેટલા લાભાર્થીઓ અટવાય …? એતો સારું થયું કે પાલિકા કર્મચારી એ અમને સમજ આપી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY