લાયકાત અને સર્વિસના આદારે નિમણૂંક આપવા નર્સે હાઈકોર્ટમાં દાદ માંગી
સુરત, તા.૨૪
મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલની નર્સ અને હાલમાં સીસ્ટર ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતી એક મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં એક પીટીશન મનપા કમિશનર, ડેપ્યુટી કમિશનર સીનીયર આરએમઓ હેલ્થ એન્ડ હોસ્પિટલના ડેપ્યુટી કમિશનર અને સ્મીમેર હોસ્પિટલના ડીન વિરૂદ્ધ દાખલ કરી લાયકાત અને સર્વિસના ધોરણે ડેપ્યુટી નર્સિંગ સુટેન્ડેન્ટના હોદ્દા પર નિમણૂંક આપવાની એક દાદ માંગી હતી. જેની સુનાવણી ૧૭મી જૂનના રોજ હાથ ધરાશે.
આ કેસની વિગતો એવી છે કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલમાં નર્સ અને સિસટર ઈન્ચાર્જ તરીકે છાયાબેન અરવિંદભાઈ પટેલ ફરજ બજાવે છે. તેમનો ક્રમ નંબર ૩૫૩૦૮ છે. મનપા તરફથી વર્ષ ૨૦૧૨માં ડેપ્યુટી નર્સિંગ સુટેન્ડેન્ટની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં છાયાબેન પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જાહેરાતના આધારે ઉમેદવારોના ઈન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ કોઈ અગમ્ય કારણોસર છાયાબેન પટેલને તેમના હક્કોતી વંચિત રાખવામાં આવ્યા હતા. છાયાબેન પટેલ દ્વારા વારંવાર મધ્યસ્થ મહેકમ વિભાગના પર્સોનલ ઓફિસરને નોટીસ આપવામાં આવી હોવા છતાં પણ સત્તાવાળાઓ દ્વારા એક પણ અરજીનો જવાબ ન આપતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં મનપાના કમિશનર, સ્મીમેર હોસ્પિટલના ડીન તથા રાજ્ય સરકારના સેક્રેટરી સામે પીટીશન દાખલ કરી લાયકાત અને સર્વિસના આધારે ડેપ્યુટી નર્સિંગ સુન્ટેન્ડન્ટની જગ્યા ભરવા માટે નિમણૂંક ાપવાની દાદ માંગી હતી. સુનાવણી ૧૭મી જૂનના રોજ હાથ ધરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




