પ્રદૂષણ ફેલાવતી કંપનીને તાત્કાલિક બંધ કરવાનો હુકમ, ૧ કરોડનો દંડ ફટકારાયો

0
9

વાપી,તા.૮
ઔધોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ વાપી જીઆઇડીસીમાં આવેલી હયુબર ગ્રુપ ઇન્ડીયા પ્રા.લિ. કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર ડાયરેક્શન કરવાનો હુકમ કરીને એન્વાયરમેન્ટ ડેમેજ અન્વયે એક કરોડનો દંડ પણ કરવામાં આવ્યો છે.
આ કંપની પ્રીન્ટીંગ ઇન્ક, ઇન્ક ટોનર પેસ્ટ, સીન્થેટીક રેઝીન, ઇન્ક વેહીકલ, ટાનર પેસ્ટ, આર- બ્લ્યુ પીગમેન્ટના ઉત્પાદનનું કામ કરે છે. એકમ દ્વારા જમીનમાં ઔધોગીક જાખમી કચરો દાટવા બાબતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળેલ ફરિયાદ સંદર્ભે બોર્ડની પ્રાદેશિક કચેરી, વાપી દ્વારા કરવામાં આવેલી સ્થળ તપાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું હતું કે, એકમ દ્વારા તેના પ્રીમાઇસીસમાં જ પાછળની બાજુએ ખૂબ જ મોટા પ્રમાણમાં ઔધોગીક જાખમી કચરાને જમીનમાં ૧૦ ફુટ ઉંડો ખાડો ખોદીને ઔદ્યોગિક જાખમી કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો છે.
પ્રદૂષણની માત્રાને ધ્યાને લેતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મે. હયુબર ગ્રુપ ઇંડિયા પ્રા. લી. ને પર્યાવરણ સુરક્ષા અધિનીયમ-૧૯૮૬ અંતર્ગત તાત્કાલિક અસરથી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY