દારૂ મળતો બંધ થઈ જતા નકલી દારૂ બનાવતા ફ્લેટમાં દરોડા

0
9

બ્રાન્ડેડ કંપનીની બોટલો, કેમિકલ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
સુરત, તા.૫
પાંડેસરા કર્મયોગી ગણેશ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.એ/૧૦૨માં ધમધમતુ ડુપ્લીકેટ દારૂનો જથ્થો પાંડેસરા પોલીસે જપ્ત કર્યો હતો.
પાંડેસરા પોલીસે કર્મયોગી સોસાયટી, ગણેશ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.એ/૧૦૨માં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કેમીકલ, દારૂની બોટલો બ્રાન્ડેડ કંપનીના દારૂની બોટલના બુચો મળી કુલ રૂ.૮૫૫૦૦ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપી તેજમલ ઉર્ફે તેજુ રામચંદ્ર ખટીક, સંપત વનનાજી મેવાડા આ ફ્લેટમાં ડુપ્લીકેટ દારૂ બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. તેમજ દારૂ બનાવવા કેમિકલનો પણ ઉપયોગ કરતા હતા.પાંડેસરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાય૪વાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY