બારડોલીના તેનાગામમાં બોથડ પદાર્થ ઝીંકી અજાણી મહિલાનું ખૂન

0
7

મૃતક મહિલાની ઓળખ શોધવા પોલીસના પ્રયાસો
સુરત, તા.૫
બારડોલી તાલુકાના તેન ગામ ખાતે એક અજાણી મહિલાના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરી નાંખી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકમાં નોîધાતા પોલીસે હત્યાનો ગુનો નોîધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બારડોલી તાલુકાના તેન ગામ ખાતે આવેલ સહયોગનગર ખાતે દિનેશભાઈ લલ્લુભાઈ રાટોડ રહે છે. તેમણે બારડોલી પોલીસ મથકમાં નોîધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેન ગામ ખાતે આવેલા એક મંદિર પાસે ૩૦ થી ૪૦ વર્ષની અજાણી મહિલાના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરી નાંખી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. બારડોલી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબજા લઈ હત્યા કરાવવા માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોîધી તપાસ શરૂ કરી છે. અજાણી મહિલાની ઓળખ છતી થાય તેના માટે મહિલાના ફોટોગ્રાફ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY