સુરત

0
8

સુરત, તા.૫
ઓલપાડ ગામ ખાતે સાંઈવાટીકા સોસાયટી ખાતે રહેતી એક યુવતી સાથે વર્ષ ૨૦૧૬ થી બળાત્કાર ગુજરી સગર્ભા બનાવી ૩૧ વર્ષનો એક યુવક ફરાર થઈ ગયો હોવાનો બનાવ ઓલપાડ પોલીસ મથકમાં નોધાયો હતો. આરોપી પોતે પરિણીત હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી હું તને સારી રીતે રાખીશ તેમ જણાવી તેણીના ઘરમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે બલાત્કારનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના બોઝાદરા ગામના વતની અને ઓલપાડ સાયણ રોડ પર આવેલી સાંઈવાટીકા સોસાયટી ખાતે રહેતાં રોહિતભાઈ ઠાકોરભાઈ સોલંકી ઉ.વ.૩૧ પોતે પરિણીત છે. આ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની યુવતીને પોતે પરિણીત હોવા છતાં પ્રેમના મોહ જાળમાં ફસાવી તેને સારી રીતે રાખીશ તેવી લોભામણી વાતો કરી ઘરમાં જઈને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો અને ત્યારબાદ તે ગર્ભવતી બની ગઈ હતી. ગત તા.૨૭-૩-૨૦૧૯ના રોજ સુરત સિવિલ હોસ્પિટલમાં તેણીએ બાળકીનો જન્મ પણ આપ્યો હતો. સમાજમાં બદનામ થઈ જવાના ડરથી યુવતીએ ફરિયાદ ન નોîધાવી હતી. પરંતુ ગતરોજ ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોîધાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY