ચૂંટણી ઓર્વરો દરરોજ સવારે મતદારો, રાજકીય પક્ષોને સાંભળશે

0
5

રજાના દિવસ સિવાઈ રજૂઆત કરી શકાશે
સુરત, તા.૫

લોકસભા સામાન્ય ચુંટણીમાં ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગ માટે નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર ડો.એન.મંજુલા(I.A.S.) (મો.૯૪૨૯૯ ૭૭૪૮૧) તથા શ્રીમતી શાલિની પાંડે (I.D.E.S.) (મો. ૯૪૨૯૯ ૭૭૪૮૯) સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય સુરત સરકીટ હાઉસ, અઠવાલાઈન્સના પ્રથમ માળે કોન્ફરન્સ રૂમ ખાતે મતદારો, ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી રજૂઆતો રૂબરૂ સાંભળશે.
નોંધનીય છે કે, જનરલ ઓબ્ઝર્વર ડો.એન.મંજુલા ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૫૫- ઓલપાડ, ૧૫૯- સુરત પૂર્વ, ૧૬૦-સુરત ઉત્તર, ૧૬૧- વરાછા રોડ, ૧૬૨- કરંજ વિધાનસભા વિસ્તારો માટે તેમજ શ્રીમતી શાલિની પાંડે ૧૬૬- કતારગામ અને ૧૬૭- સુરત પશ્ચિમ વિધાનસભા માટે સરકીટ હાઉસ ખાતે રૂબરૂ રજૂઆતો સાંભળશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY