રૂ.૨.૬૮ લાખની છેતરપિંડી અંગે ફરિયાદ
સુરત, તા.૫
એસોસિએટ બેંક ની બ્રાન્ચમાં ગણેશ પ્રોવિઝન સટોરના નામથી બોગસ બેક એકાઉન્ટ ખોલાવી અસલ ગણેશ પ્રોવિઝન સ્ટોરના નામના એક્સિસ બેંક એકાઉન્ટના ગુમ થયેલા ચેક જમા કરાવી રૂ.૨,૬૮૦૦૦ ઉપાડી લઈ છેતરપિંડી કર્યાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોધાયો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લીંબાયત બજરંગ નગરમાં રહેતાં અને ગણેશ પ્રોવિઝન સ્ટોર ધરાવતા પ્રકાશચંદ્ર સોહનલાલ જૈને આરોપી નંદકિશોર માંગીલાલ દાયમા રહે. નંદનવન-૩, વીઆઈપી રોડ, વેસુ, વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ એસોસિએટ બેîકમાં ગણેશ પ્રોવિઝન સ્ટોર નામનું ફર્જી એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં ફરિયાદીના ગુમ થયેલા બે ચેક જમા કરાવી રૂ.૨,૬૮૦૦૦ ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




