મતદાન જાગૃતિ રેલી યોજીને વધુ મતદાન કરવા સંદેશો ફેલાવ્યો

0
9

મતદાનની પવિત્ર ફરજ બજાવવાની હાંકલ કરતા વિદ્યાર્થીઓ
સુરત, તા.૫

લોકશાહીના મહાપર્વ લોકસભાની સામાન્ય ચુંટણી અન્વયે મતદારોમાં મતદાન કરવા પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તેવા આશયથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડાની ધનગૌરી સાર્વજનિક કન્યા વિદ્યાલય તથા આંગલધારા સનાતન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ, શિક્ષકોએ જનજાગૃતિ રેલી યોજીને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો લોકો સુધી પહોચાડયો હતો.
લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત શહેર-જિલ્લામાં મતદાર પ્રત્યે લોકજાગૃતિ કેળવાય તેવા આશયથી શાળાના બાળકોએ રેલીમાં ‘મત આપવો આપણી પવિત્ર ફરજ છે, છોડ કે અપને સારે કામ પહેલે ચલો કરે મતદાન, સાચુ મતદાર લોકશાહીનો ધબકાર, જાગો મતદાર જાગો જેવા સૂત્રોચ્ચાર, પ્લે કાર્ડ સાથે ગામડાની શેરીઓને ગજવીને લોકશાહીના મહાપર્વ સૌ મતદારો જોડાયને મતદાન કરીને લોકશાહીને ધબકતી રાખે તેવો સંદેશો લોકો સુધી પહોચાડયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY