આહવા ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષો તેમજ પિ્ન્ટ અને ઈલે.મીડિયા સાથે બેઠક યોજાઈ..

0
74

 ડાંગ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બી.કે.કુમાર ના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ હતી. ત્યારબાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બી.કે.કુમારે રાજકીય પક્ષોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ આગામી તા.૧/૧/૨૦૧૯ ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં ૧૭૩-ડાંગ વિધાનસભા મતક્ષેત્રમાં ફોટોવાળી મતદાર યાદી ૧/૯/૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી છે. તા.૧/૧/૨૦૧૯ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદાતાઓ ના નામ નોંધવામાંન આવ્યા હોય કે નામમાં સુધારા-વધારા કરાવવાના હોય તેઓએ પોતાના બી.એલ.ઓ.નો સંપર્ક કરી પોતાનો હક્ક-દાવો રજુ કરી શકે છે. વધુમાં રાજકીય પક્ષો દ્વારા મતદારોમાં જાગૃતિ વધે તેવા પ્રયાસ કરવા જરૂરી છે.દરેક બૂથ ઉપર રાજકીય પક્ષો દ્વારા બૂથ લેવલ એજન્ટની નિમણૂંક કરવાની રહેશે.

વધુમાં વધુ મતદારો જાગૃત થાય અને ૧૮ વર્ષ પૂર્ણ કરનાર એકપણ વ્યક્તિ મતદાર યાદીમાં નામ દાખલ કરવાના રહી ન જાય તે માટે કલેકટરશ્રી કુમારે પત્રકાર પરિષદમાં અનુરોધ કર્યો હતો.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી શિવાજી તબિયારે માહિતી આપતા જણાવ્યું હતું કે ફોર્મ નં-૬ નામ દાખલ કરવા,૬-ક,એન.આર.આઈ.,ફોર્મ નં.૭-કમી કરવા માટે,ફોર્મ નં.૮-મતદાર યાદીમાં સુધારા-વધારા કરવા, અને ફોર્મ નં-૮-ક એકભાગ માંથી બીજા ભાગમાં જવા માટે કરી શકાય છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ ૧,૬૯,૯૨૦ મતદારો નોંધાયેલ જેમાં પુરૂષ-૮૫,૧૩૭ અને સ્રી-૮૪૭૮૧ અને ત્રીજી જાતિ તરીકે માત્ર-૨ મતદારો     નોંધાયેલ હતા. અત્યાર સુધી કુલ-૩૨૮ મતદાન મથકો હતા જેમાં ભૌગોલિક પરિસ્થિતિ તેમજ વસ્તી વધારાના કારણે રાજકીય પક્ષોના સૂચનો ધ્યાને લેતા કુલ ૭ નવા મતદાન મથકો(ચિકાર ફળિયુ, સાવરખલ, ડુમર્યા,બંધારપાડા, ઉમેરાતા કુલ-૩૩૫ મતદાન મથકો થવા પામ્યા છે. તમામ મતદાન મથકો પ્રાથમિક શાળા ખાતે છે.

આ બેઠકમાં પ્રાંત અધિકારી અને મામલતદાર વધઈ શ્રી સી.એ.વસાવા,મામલતદાર ચૂંટણી શ્રી ભરતભાઈ સકસેના,તમામ રાજકીય પાર્ટીના આગેવાનો અને પત્રકાર પરિષદમાં પિ્રન્ટ અને ઈલે.મીડિયાના તમામ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY