સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિના મૂલ્યે નોટબુકનું વિતરણ

0
6

કાલે હિન્દુ મિલન મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે
સુરત, તા.૨૫
સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલા તથા મહામંત્રી વિમલભાઈ ભટ્ટ, જાગેન્દ્રભાઈ સહાની અને રજનીભાઈ પટેલ એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે, સુરત શહેર ગણેશ ઉતસવ સમિતિના અથાગ પ્રયાસો થકી સુરત શહેરના આર્થિક રીતે અસક્ષમ કુટુંબના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઅોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ થકી સુરત શહેરના શ્રીગણેશ આયોજક મંડળોને આ કાર્યક્રમ દ્વારા પ્રેરણા આપી જાગૃતતા લાવવા માટેના પ્રયાસરૂપે વિનામૂલ્યે નોટબુક વિતરણ તા.૨૬મી મે રવિવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે હિન્દુ મિલન મંદિર, એની બેસન્ટ રોડ, ગોપીપુરા ખાતે યોજાશે.
આ કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત ઉદ્ઘાટકના સ્થાને આદરણીય પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરીશાનંદજી, કાર્યક્રમમાં અધ્યક્ષના સ્થાને માનનીય મેયર ડૉ. જગદીશભાઈ પટેલ, કાર્યક્રમમાં મુખ્ય મહેમાનના સ્થાને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, ભાજપા, સુરત મહાનગરના પ્રમુખ નિતીનભાઈ ભજીયાવાલા, સુરતના કલેક્ટર ડૉ. ધવલભાઈ પટેલ અને સુરત શહેરના પોલીસ કમિશનર સતીષભાઈ શમાર્ સહિત સંતો મહંતો હાજર રહી આશીર્વચન આપી સંપન્ન કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY