સુરત શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ઈવીએમ અને વીવી પેટનું નિદર્શન

0
6

મતદાન અંગે મતદારોને કરાઈ રહ્ના છે જાગૃત
સુરત, તા.૫

આગામી તા.૨૩મી એપ્રિલના રોજ લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત EVM અને VVPAT દ્વારા મતદાનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
EVM અને VVPAT દ્વારા મતદાનની કામગીરી બાબતે વધુમાં વધુ મતદારો માહિતગાર થાય તે માટે સમગ્ર સુરત શહેર-જિલ્લામાં નિદર્શન કરીને મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ સુરત શહેરના વરાછા રોડ તથા ઉમરપાડા તાલુકા મથકે EVM અને VVPAT નિદર્શન કરીને મતદારોને સમજ આપવામાં આવી હતી.
બેલેટ યુનિટમાં ચૂંટણી લડતા ઉમેદવારનું નામ અને તેના પક્ષનું પ્રતિક અને ઉમેદવારનો ફોટો છાપવામાં આવશે. અપક્ષ ઉમેદવારના કિસ્સામાં જે તે અપક્ષ ઉમેદવારનો ફોટો તેમજ તેઓને ફાળવવામાં આવેલા પ્રતિક છાપવામાં આવશે. મતદાર પોતાની પસંદગીના ઉમેદવાર સામેનું વાદળી બટન દબાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. બેલેટ યુનિટ પરનું વાદળી બટન દબાવ્યા બાદ બેલેટ યુનિટની સાથે રાખવામાં આવેલ VVPATમાં સાત સેકન્ડ સુધી સ્લીપ દેખાશે. જેમાં મતદારે જેને મત આપેલ હશે તે ઉમેદવારનો ક્રમ નંબર, પ્રતિક અને નામ દર્શાવેલા હશે. જેના પરથી મતદાર પોતે આપેલ મતની ખરાઈ કરી શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY