સમયસર ડીપોઝીટ નહીં ભરી શકેલા બસપાના ઉમેદવારના ફોર્મમાં મેન્ડેડમાં પણ ભૂલ નીકળતા ઉમેદવારી પત્રક રદ કરાયું
સુરત, તા.૫
સુરત લોકસભા બેઠક માટે બસપાના ઉમેદવારે ગતરોજ ફોર્મ ભરવાના નિયત સમયે ડીપોઝીટની રકમ ન ભરનાર બસપાના ઉમેદવારનો ફોર્મ આજે ચકાસણી દરમ્યાન રદ્દ કરવામાં આવ્યો છે. પાર્ટીના મેન્ડેટ ઉપર મતદાર યાદી મુજબ નામ લખાયુ હોવાથી પણ ચૂંટણી તંત્ર દ્વારા વાંધો ઉઠાવ્યો હતો. બપોર સુધી ૨૧ ફોર્મ રદ થયા અને ૧૩ ફોર્મ મંજૂર કરાયા હોવાની માહિતી બિન સત્તાવાર સૂત્રો દ્વારા મળી છે.
ગતરોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોધવાનો છેલ્લો દિવસ હતો. ગત બપોર સુરત જિલલા કલેક્ટર કચેરી ખાતે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ કોગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે હાજર રહેતા અવ્યવસ્થા સર્જાઈ હતી. ભાજપ અને કોîગ્રેસના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી પણ જિલ્લા સેવા સદન કેમ્પસમાં થઈ હતી. ગતરોજ બપોરે ૩ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર નોધવાનો સમય હતો. ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી નોધવા માટે આવેલ ઉમેદવારો અને ટેકેદારોને લઈ ઓફિસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. બસપાના ઉમેદવાર અલી શેખ ટેકેદારો સાથે પોણા ત્રણ વાગ્યે જિલ્લા કલેક્ટરની ઓફિસમાં પહોચી ગયા હતા. ત્રણે જિલ્લા કલેક્ટરના આદેશથી ઓફિસનો દરવાજા બંધ કરી દેવાયો હતો. ફોર્મ ભરતી વખતે હાજર ઉમેદવાર અને ટેકેદારો પૈકી કોઈની પાસે ડીપોઝીટના રૂપિયા ૨૫ હજાર ન હતા. ઉમેદવારે પોતાનો કાર્યકતા નીચે કેમ્પસમાં અટવાયો હોવાનું કારણ દર્શાવ્યું હતું. કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે ત્રણ વાગ્યા પહેલા ઓફિસમાં આવેલ ટેકેદારો સિવાય બીજા કોઈ વ્યક્તિ ઓફિસમાં પ્રવેશી શકે નહીં. કલેક્ટર દ્વારા બસપા ઉમેદવારનો ફોર્મ ડીપોઝીટ વગર સ્વીકારી લીધો હતો. આજે ૫મી એિલના રોજ ફોર્મ ચકાસણી દરમ્યાન ડીપોઝીટ વગરનો બસપાનો ફોર્મ રદ કરાયો હતો. આ ઉપરાંત પાર્ટીના મેન્ડેટમાં ઉમેદવારનું નામ મતદાર યાદી મુજબ લખ્યુ હતુ. જેની સામે પણ વાંધો લેવાયો હતો. ફોર્મ ચકાસણી દરમ્યાન અમીષા જાગીયા, ચાવડા શિવાભાઈ ગુસાભાઈ, જીગ્નેશ મેવાસા, સુરેશ પાલ અરોરા, વિજય ક્રિસન કાલીયા સહિત ૨૧ ફોર્મ રદ કરાયા હતા. સુરત લોકસભા બેઠક માટે બપોરે બિનસત્તાવાર માહિતી મુજબ ૧૩ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



