વેડરોડ રહેમતનગર સોસા.માં મહિલાની લાજ લેવાનો પ્રયાસ

0
6

મહિલા તાબે નહીં થતા પાડોશી બચકુ ભરીને ભાગી ગયો
સુરત, તા.૫
પડોશી મહિલાના ઘરમાં ઘુસી લાજ લેવાના ઈરાદે મહિલાના કપડા ઉતારવાની કોશિશ કર્યાનો બનાવ બન્યો હતો. આ ઘટના સંદર્ભે પીડિતા મહિલાએ આરોપીની પત્નીની કહેવા જતા આરોપીની પત્નીએ પથ્થરથી હુમલો કર્યો હતો.
ચોકબજાર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેડરોડ રહેમતનગરમાં રહેતાં ધરમપાલ ગોરેલાલ તથા તેમની પત્ની ગીતા ધરમપાલ વિરૂદ્ધ પડોશી મહિલાએ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી મહિલા ઘરે એકલી હતી ત્યારે આરોપી ધરમલાલ ફરિયાદી મહિલાના ઘરમાં ઘુસી જઈ ફરિયાદીને પકડી કપડા ઉતારવાની કોશિશ કરતા ફરિયાદીએ બુમાબુમ કરી મુકી હતી. જેથી આરોપીએ ફરિયાદીને હાથના ભાગે બચકુ ભરી નાસી ગયો હતો. આ બાબતે ફરિયાદીએ આરોપીની પત્નીને કહેવા જતા આરોપીની પત્નીએ ઉલ્ટાનું ફરિયાદીની સાથે ઝઘડો કરી તમાચો મારી પથ્થરથી આંખના ભાગે ઈજા પહોચાડી હતી. બનાવ અંગે ચોક પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY